ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મોરબી જિલ્લાની કૃષિ કોલેજની માંગ કરી હતી. જે કોલેજ મંજૂર થતાં વર્તમાન ૨૦૨૫-૨૬ ના બજેટમાં મોરબી જિલ્લાની કૃષિ કોલેજના નવા ભવન, બોયઝ તેમજ ગલ્સ હોસ્ટેલ અને મહેકમ માટે ૧૩.૮૪ કરોડની ગ્રાન્ટની મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં નવી કૃષિ કોલેજની મંજૂરી આપવામાં આવી હતી. જે કૃષિ કોલેજ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મોરબી જિલ્લામાં નવી કૃષિ કોલેજના ભવન, બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ તેમજ મહેકમ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજૂરી આપવામાં આવી છે. જે બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. જે મોરબી જિલ્લામાં કૃષિ કોલેજનું નવું ભવન બનતા મોરબી જિલ્લાના ખેડૂતો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે.