ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ બીડીસી પોલીફેબ એલએલપી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રાજસ્થાન રાજ્યના બિકાનેર જીલ્લાના સોનિયસર ઉચાઈડા વાસ ગામના વતની શેરારામ બુધારામ ચૌહાણ ઉવ.૪૨ ગઈ તા.૨૮/૦૪ ના રોજ કારખાનાના ખુલ્લા મેદાનમાં સુતા હોય તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા શેરારામ ચૌહાણનો વિવો કંપનીનો વાય-૫૬ મોડેલ મોબાઇલ કિ.રૂ.૧૦ હજાર વાળો ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે પ્રથમ ઇ-એફઆઇઆર બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.