કપડાની ગાંસડી તથા નુડલ્સના બોક્સમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું,ગોડાઉન સંચાલક સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના છત્તર જીઆઇડીસીના પ્લોટમાં આવેલ સત્યમ પોલીમર્સ નામના બંધ ગોડાઉનમાં પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે રેઇડ કરતા ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી ૨૫ હજાર કરતા વધુ બોટલ જેની કિ.રૂ.૨૮.૦૫ લાખનો જંગી જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ગોડાઉનના કબ્જેદારને આરોપી દર્શાવી તેની સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
ટંકારા પોલીસ મથક પીઆઇ વાય.કે.ગોહિલને બાતમી મળેલ કે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ છત્તર જી.આઈ.ડી.સી.માં પ્લોટ નં ૧૨૩ “સત્યમ પોલીમર્સ” નામના ગોડાઉનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે અલગ અલગ જીલ્લાઓમા નુડલ્સના બોક્સ તથા કપડાની ગાસડીઓની આડમા સપ્લાય થાય છે. જે બાતમી આધારે ટંકારા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગોડાઉનમાં રેઈડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની-મોટી ૨૫,૦૫૬ નંગ બોટલ જેની કિ.રૂ.૨૮,૦૫,૧૨૦/-નો જંગી જથ્થો પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજીબાજુ આ વિદેશી દારૂમાં સંડોવાયેલ આરોપી તરીકે ગોડાઉનના કબ્જેદાર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં ટંકારા પોલીસ મથક પીઆઇ વાય.કે.ગોહિલ તથા અનાર્મ એ.એસ.આઈ. ચેતનભાઇ કડવાતર, આર્મડ એ.એસ.આઈ. ભાવેશભાઈ વરમોરા તેમજ હેડ.કોન્સ. મહીપતસિંહ સોલંકી, રાજેશભાઈ નથુભાઈ, કોન્સ સિધ્ધરાજસિહ અર્જુનસિહ, કૌશીકભાઇ રતીલાલભાઇ, કૃષ્ણરાજસિંહ પૃથ્વીસિંહ, દશરથસિહ ધનશ્યામસિંહ, વિપુલભાઈ બાલસરા દ્વારા હાથ ધરવામાં આવી હતી.