ટંકારામાં છ વોર્ડ માં ૨૪ બેઠકો પર ચૂંટણી કરવાની તૈયારીઓનો ધમધમાટ
ટંકારા નગરપાલિકાની સને-૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે વોર્ડ રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિધ્ધ કરવા બાબતે કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી કચેરી મોરબી દ્વારા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી ટંકારા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગેની માહિતી કચેરીના નોટીસ બોર્ડ તથા દરેક વોર્ડમાં તથા જાહેર સ્થળોએ બહોળી પ્રસિધ્ધિ કરાવવા અને કરેલ કાર્યવાહીના અહેવાલ પંચ રોજકામ સહ જિલ્લા કલેક્ટર તેમજ રાજ્ય ચૂંટણી આયોગને આજે જ મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.
સને-૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે ટંકારા નગરપાલિકાની વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરવા બાબતે રાજ્ય સરકારના ચુંટણી આયોગ ગાંધીનગર સચિવાલય ખાતેથી જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબી જિલ્લા તેમજ ટંકારા નગરપાલિકા ચીફ ઓફિસર ને પત્ર લખી જિલ્લાની ટંકારા નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગેના આયોગના પ્રાથમિક આદેશ સામેલ કરવામાં આવ્યો છે. જે તા.૧૩/૧૧/૨૦૨૪ના રોજ પોતાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર તથા જાહેર સ્થળોએ તથા ટંકારા “નગરપાલિકાના જાહેર સ્થળોએ બહોળી પ્રસિદ્ધિ કરાવવા અને તે અંગેનો અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપવા જાણ કરવામાં આવી છે.