ટંકારા: કેન્દ્ર સરકારશ્રી દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) – 2.0” અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ (ISS) જાહેર કરવામાં આવી છે. આ યોજનાના માર્ગદર્શિકા તથા સુધારાઓને ધ્યાને રાખીને પાત્રતા ધરાવતા નાગરિકોને હાઉસિંગ લોન પર વ્યાજ સહાય રૂપે મહત્તમ ₹1.80 લાખ સુધીની સબસીડી આપવામાં આવશે.
આ યોજનાનો લાભ EWS (આર્થિક રીતે નબળો વર્ગ): વાર્ષિક આવક ₹3.00 લાખ સુધી LIG (નીચ આવક વર્ગ): વાર્ષિક આવક ₹3.00 થી ₹6.00 લાખ સુધી MIG (મધ્યમ આવક વર્ગ): વાર્ષિક આવક ₹6.00 થી ₹9.00 લાખ સુધી ના મેળવી શકશે તદુપરાંત જેમણે 1 સપ્ટેમ્બર 2024 કે ત્યારબાદ નવો ઘર ખરીદવા, ઘર બાંધકામ કરવા અથવા પુનઃખરીદી માટે હાઉસિંગ લોન લીધી હશે. એજ યોજનાનો લાભ લઈ શકે છે.
ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયાએ નગરજનોને અપીલ કરી છે કે તેઓ આ યોજનાનો પુરેપુરો લાભ લે તથા પોતાના આવાસના સપનાને સાકાર કરવા સંબંધિત બેન્કોનો સંપર્ક કરે.