ટંકારા નગરપાલિકા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન 2025ની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન હેઠળ નગરમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવવા માટે વોલ પેઇન્ટિંગની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગના ભાગ્યશ્રીબેન સોલંકી અને MIS વિભાગના રીનાબેન જાદવે પણ સક્રિય સહભાગિત નોંધાવી હતી.
વોલ પેઇન્ટિંગ પ્રવૃત્તિ દ્વારા નગરની જાહેર જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજ અને સ્વચ્છતા સંદેશાઓ દર્શાવતા આકર્ષક ચિત્રો દોરવામાં આવ્યા, જેનો હેતુ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવાનો હતો.આ અભિયાનને નગરના રહેવાસીઓ તરફથી પણ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.ટંકારા નગરપાલિકા દ્વારા આ પ્રકારના પહેલ દ્વારા સ્વચ્છ અને સુંદર ટંકારાના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દેશભક્તિ અને સ્વચ્છતાના સંદેશને ઘરે-ઘરે પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.