ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ શહેરને સ્વચ્છ અને કાર્યક્ષમ અને અસરકારક રીતે શહેરની વ્યાખ્યામાં રાખવા નગરપાલિકા દ્વારા કાયદેસરની કમર કસી છે ત્યારે શહેરમાં કુદરતી વરસાદી પાણીના નિકાલ અડચણરૂપ દબાણ અને સ્વચ્છતા સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખખડધજ બાંધકામને તોડી પાડવા નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે તદ્ઉપરાંત કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરવાનગી વિના માલિકીની જમીન પર થઈ રહેલા નવા બાંધકામને પણ કારણદર્શક નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ટંકારા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા નિયમોનું પાલન કરવા અને જરૂરી મંજૂરી તાત્કાલિક નાગરિકોને ઉપલબ્ધ થાય માટે ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે જે આગામી દિવસોમાં લોન્ચ કરી દેવાશે ઉપરાંત જરૂરી તમામ કામગીરી માટે પ્રકિયા હાથ ધરી છે સાથે મહેકમ અને વિકાસ કામો આગળ ધપાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ટંકારા નગરપાલિકાની ટિમ નગરજનો માટે તમામ સેવા સહેલાઈથી અને સરળતાથી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ટંકારા મામલતદાર શ્રી કેતન સખિયા ચિફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયા સાથે મળીને અનેક આયોજન ઉપર કામ કરી રહાનુ જાણવા મળ્યું છે.