Sunday, June 16, 2024
HomeGujaratટંકારા:ડેમી-૧ ડેમમાં સૌની યોજના હેઠળ પાણી આપવા નવ ગ્રામપંચાયતોએ આવેદન પાઠવ્યું

ટંકારા:ડેમી-૧ ડેમમાં સૌની યોજના હેઠળ પાણી આપવા નવ ગ્રામપંચાયતોએ આવેદન પાઠવ્યું

નર્મદાના નીરથી જળાશયો ભરવાની સૌની યોજના હેઠળ ડેમી-૧ ડેમમાં પાણી છોડવા નવ ગ્રામપંચાયતોએ નાયબ કાર્યપાલ ઈજનેરને આવેદન પાઠવ્યું છે. આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય તે માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આજ રોજ ડેમી-૧ ડેમમાંથી પાણી મેળવતા નેસડા (સુ), હીરાપર, લખધીરગઢ, સમરસ, નાના ખીજડીયા, કલ્યાણપર, હરિપર, હરબડીયાળી તથા મિતાણા ગામની ગ્રામપંચાયતો દ્વારા અલગ-અલગ કુલ 09 આવેદનો મિતાણાનાં ડેમી ૧ ડેમના નાયબ કાર્યાલય ઈજનેરને પાઠવવામાં આવ્યા હતા. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મિતાણાનાં ડેમી ૧ ડેમમાં સૌની યોજનાનું પાણી આપવામાં આવશે તો ગામના ખેડૂત ખાતેદારોને ખુબ જ ઉપયોગી થશે. યોજનામાંથી ૪૦૦ MCFT આપી ખેડૂતોની માંગણી પુરી કરવા માંગ કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!