Thursday, January 9, 2025
HomeGujaratટંકારા:ઓનલાઈન તીનપત્તીનો જુગાર રમતો એક ઝડપાયો, અન્ય બે શખ્સોના નામ ખુલ્યા

ટંકારા:ઓનલાઈન તીનપત્તીનો જુગાર રમતો એક ઝડપાયો, અન્ય બે શખ્સોના નામ ખુલ્યા

ટંકારા પોલીસે બાતમીને આધારે ટંકારા-લતીપર ચોકડી પાસે દરોડો પાડી મોબાઇલમાં ઓનલાઈન એપ્લિકેશન મારફત તીનપત્તીનો જુગાર રમતા પાઉંભાજીના ધંધાર્થીને ઝડપી લેવાયો હતો જયારે ઓનલાઇન જુગાર રમવા માટેની આઈડી જેના મારફત મેળવી હોય તે આરોપી સહીત બંનેની અટક કરવામાં આવી છે. જયારે આઈડી આપી ઓનલાઇન જુગાર રમાડતા શખ્સની શોધખોળ શરુ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને બાતમી મળેલ કે લતીપર ચોકડી પાસે આવેલ રાજશક્તિ પાઉંભાજીવાળો નિલેશ ઉર્ફે જીણીયો મોબાઇલમાં ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમે છે. જે બાતમીને આધારે રાજશક્તિ પાઉંભાજીની લારીએ રેઇડ કરતા આરોપી નિલેશ ઉર્ફે જીણીયો પોતાના મોબાઇલમાં ઓનલાઇન એપમાં fun999exch.com આઈ.ડી. મારફત તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે જીણીયો કાકુભાઇ ગણાત્રા રહે. ટંકારા રાધાક્રિષ્ના શેરીની પ્રાથમિક પૂછપરછમાં ઓનલાઇન આઈ.ડી. આપી જુગાર રમાડતો આરોપી દિનેશભાઈ મેઘજીભાઈ જોષી હાલરહે.ટંકારા ધર્મભક્તિ સોસા. મૂળ પાલનપુર જીલ્લાના સીરવાડાની પણ અટક કરવામાં આવી હતી. પોલીસે પકડાયેલ બંને આરોપી પાસેથી રોકડા રૂ. ૧૦,૩૦૦/- તથા બે મોબાઇલ મળી કુલ રૂ.૨૧,૩૦૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે fun999exch.com આઈ.ડી જેની પાસેથી મેળવેલ તે આરોપી કિર્તીભાઈ પુરોહિત રહે.પાલનપુર જીલ્લાના દતીયા ગામનો વતનીનું નામ ખુલતા તેને પકડી પાડવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!