ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મિતાણા-નેકનામ રોડ ઉપર મોટર સાયકલ ઉપર પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા ઇસમને રોકીને બાચકાની તલાસી લેતા તેમાંથી ત્રણ અલગ અલગ નાના બાચકામાં ૧૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી આરોપી ગોરધન ઉર્ફે ગીધીયો બચુભાઇ સાડમીયા ઉવ.૪૦ રહે. મિતાણા ગામ તા.ટંકારા વાળાની હીરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર બાઇક સાથે અટક કરવામાં આવી હતી, ટંકારા પોલીસે દેશી દારૂ કિ.રૂ.૩,૦૦૦/- તથા મોટર સાયકલ સહિત ૧૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.