ટંકારના કલ્યાણપર રોડ ઉપરથી ટંકારા પોલીસ મથક ટીમે એક ઇસમને પ્રાણઘાતક પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ૫૮ ફીરકા સાથે પકડી લેવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ આવનાર મકરસંક્રાતીના તહેવાર અન્વયે મોરબી જીલ્લા કલેક્ટરના જાહેરનામાં અંતર્ગત પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે આધારે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન કલ્યાણપર રોડ પરથી આરોપી અફઝલભાઇ ઇબ્રાહિમભાઇ માડકીયા ઉવ-૩૧ રહે.ટંકારા મઠવાળી શેરી વાળાના કબ્જામાથી પ્રતિબંધીત ચાઇનીઝ નાઇલોન દોરીનો જથ્થો રાખી વેચાણ કરવાના ઇરાદે લઇને નીકળતા પોલીસ દ્વારા આરોપીને નાઇલોન ચાઇનીઝ દોરીના ૫૮ ફિરકા કિ.રૂ. ૮૭૦૦/- સાથે દબોચી લેવામાં આવ્યો છે, હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.