Monday, March 2, 2026
HomeGujaratટંકારા: હમીરપર નજીક ઇકો કારમાંથી વિદેશી દારૂની ૬૧ બોટલ સાથે એક ઝડપાયો,...

ટંકારા: હમીરપર નજીક ઇકો કારમાંથી વિદેશી દારૂની ૬૧ બોટલ સાથે એક ઝડપાયો, સહઆરોપી ફરાર

ટંકારાના હમીરપર ગામ પાસે પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા ઇકો કાર અને વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની કુલ ૬૧ બોટલ સાથે પરપ્રાંતિય એક ખેત શ્રમિક ઝડપાયો છે, જ્યારે તેનો સાથીદાર નાસી ગયો હતો. પોલીસે ઇકો કાર સહિત રૂ.૧.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપી સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસને બાતમી મળતા હમીરપર ગામના પાટીયા સામે મહાદેવ મંદિર પાસે આવતા કાચા રસ્તા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે ગ્રે કલરની ઇકો કાર રજી.નં. જીજે-૧૬-બીજી-૦૭૩૧ની તલાસી લેતા કારની પાછળની સીટમાંથી તેમજ રહેણાંક ઓરડીની બાજુમાં આવ પડતર વોકળામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડ તેમજ ક્ષમતાની કુલ ૬૧ નંગ બોટલ કિ.રૂ.૧૮,૦૪૫/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી મેરસિંહ ઉર્ફે નરશીભાઇ જુવાભાઇ મેડા ઉવ.૩૮ રહે.હાલ છત્તર ગામની સીમ ભરતભાઇ પટેલની વાડીમા તા.ટંકારા મુળરહે-મંડાર ગામ તડવી ફળીયા થાના જી.અલિરાજપુર(એમપી) વાળાની અટકાયત કરી હતી. જ્યારે તેની સાથે સંડોવાયેલ સહઆરોપી પ્રદિપભાઇ ખુમસીંહ મંડોર હાલ રહે-હમીરપર ગામની સીમ છગનભાઇ ભાણજીભાઇ ચિકાણીની વાડીમા મુળરહે- મંડાર ગામ તડવી ફળીયા થાના જી.અલિરાજપુર રાજ્ય મધ્યપ્રદેશ વાળો સ્થળ ઉલરથી નાસી ભાગી ગયો હતો. હાલ ટંકારા પોલીસે ઇકો કાર કિ.રૂ.૧.૫૦ લાખ તથા દારૂ સહિત કુલ રૂ.૧,૬૮,૦૪૫/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!