Sunday, April 6, 2025
HomeGujaratટંકારા: મિતાણા ઓવરબ્રિઝ ઉપર ટ્રક અને ટ્રેકક્ટર-ટ્રોલી વચ્ચે અકસ્માતમાં એકનું મોત,એક ઘાયલ.

ટંકારા: મિતાણા ઓવરબ્રિઝ ઉપર ટ્રક અને ટ્રેકક્ટર-ટ્રોલી વચ્ચે અકસ્માતમાં એકનું મોત,એક ઘાયલ.

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી ઠોકરે ચડાવતા ટ્રેક્ટરના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર સવાર અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના પ્રભુનગર મિતાણા રહેતા અરવિંદભાઇ મોહનભાઇ દેવડા ઉવ.૪૭ અને તેમનો ભત્રીજો કિશોરભાઈ ગત તા.૩૦/૦૩ના રોજ ટ્રેક્ટર-ટ્રોલી રજી.નં. જીજે-૦૩-ઈએ-૪૭૩૮ લઈને જતા હોય ત્યારે મિતાણા ઓવરબ્રિઝ ઉપર પાછળથી પૂરઝડપે આવતા ટ્રક રજી. જીજે-૦૮-એડબલ્યુ-૫૩૦૩ના ચાલકે ટ્રેક્ટર ટ્રોલીને જોરદાર ટક્કર મારી, અકસ્માત સર્જી પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક કિશોરભાઈ ધનજીભાઈ દેવડાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટરમાં બેઠેલા અરવિંદભાઈને પગમાં ફણાના ભાગે ફેક્ચર, ઢીચણના ભાગે છોલ છાલ, દાઢીના ભાગે,કપાળના ભાગે, મણકાના ભાગે તથા ફેફસામાં ઇજાઓ પહોંચી હતી. હાલ ટંકારા પોલીસે રવિંદભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આરોપીને ઝડપી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!