ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટે ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ ને ટેકસ ફ્રી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબી કંડલા બાયપાસ રોડ નેક્સસ સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ધારાસભ્ય સાથે ફિલ્મ નિહાળી હતી..
ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા 66 ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદ્દેદારો માટે “THE SABARMATI REPORT” ફિલ્મ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી કંડલા બાયપાસ રોડ નેક્સસ સિનેમ ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગોધરા કાંડની વાસ્તવિકતા સાચી માહીતી દર્શાવતી “ધી સાબરમતી રિપોર્ટ” ફિલ્મ ગુજરાત સરકાર દ્વારા પણ કર મુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યારે આ સ્પેશિયલ શોમાં ટંકારા પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓએ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સાથે સામૂહિક રીતે ફિલ્મ નિહાળી હતી.