ટંકારા તાલુકાના પશ્ર્નો બાબતે લગત તંત્રને સ્થળ ઉપર સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી માટે સુચના આપી.
66 ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આજરોજ ટંકારા તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો, સ્થાનિક લોકોના પશ્ર્નો આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો,રજુઆત વેળાએ સ્થળ ઉપરજ લગત તંત્રને સુચના આપી યોગ્ય કરવા જણાવ્યું આ તકે મોટી સંખ્યામાં તાલુકાવાસી તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા.
વિધાનસભા સત્ર પુરું થયા બાદ 66 ટંકારા પડધરીના એમ એલ એ દુલભજીભાઈ દેથરીયા દ્વારા પ્રજાના પશ્ર્નો સ્થાનિક લેવલે સાંભળી યોગ્ય નિકાલ માટે તથા ગામડામાં વિકાસને લગતા પ્રશ્નો અંગે રજુઆતોનો નિવોડો લાવવા આજરોજ તા. 13-4-2023 ને ગુરૂવારે ટંકારા તાલુકા પંચાયત ખાતે લોકદરબાર યોજ્યો હતો. પાણી, રસ્તા, આરોગ્ય, જમીનની ફાળવણી, સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી, બસ સ્ટેશન, સુજલામ સુફલામ યોજના સહિતની બાબતો ની રજૂઆતને સ્થળ ઉપર લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી યોગ્ય પગલા લેવા સુચના આપી હતી.
આ તકે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો સરપંચો આગેવાનો અને કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઇ વાધરીયા, રશિકભાઈ પટેલ, ભવાનભાઈ ભાગિયા, હરેશભાઈ ધોડાસરા, પ્રભુભાઈ કામરીયા, મુકેશભાઈ લો, જીતુભાઇ ખોખાણી, નિલેશભાઈ પટણી, રાજ દૈત્રોજા સહિતના કાર્યક્રરો હાજર રહ્યા હતા.