ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે દુર્લભજી દેથરિયાના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજે ટંકારા પડધરી બેઠકનાં ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમજ આ પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાં સહિતના મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમજ લતિપર ચોકડીથી પ્રાંત કચેરી સુશી રેલી સ્વરૂપે દુર્લભજી દેથરિયા દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉત્સાહ વધારવા રેલીમાં જોડાયા હતા…