ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની વાલીવારસની માહીતી આપવા ટંકારા પોલીસે અનુરોધ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, તા-૨૯ માર્ચના રોજ ટંકારાની લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવર એક અજાણ્યો પુરૂષ ઉવ. આશરે ૪૦ વાળાની ડેડ બોડી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતેે લાવેલ હોય જેના વાલીવારસ વિશે કોઇ હકિકત મળી આવ્યેથી ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬ ઉપર સંપર્ક કરી માહીતી આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. મળી આવેલ અજાણ્યા પુરૂષની ડેડબોડીની ઓળખની નીશાનીમાં, અજાણ્યા પુરૂષે શરીરે
કાળા જેવો શર્ટ તથા કોટનનુ ગ્રે
કલરનુ પેન્ટ પહેરેલ છે તથા ગળામા કાળો દોરો તથા જમણી બાજુ કાનમા પીળી ધાતુની કડી પહેરેલ છે તથા કમરે કાળા કલરનો રેન્જીનનો બેલ્ટ પહેરેલ છે.
ઉપરોક્ત અજાણ્યા પુરુષ વિશે કે વાલી વારસ અંગે માહિતી મળે તો ટંકારા પોલીસ મથક તેમજ પીઆઇ કે.એમ.છાસીયા મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫, હેડ કોન્સ. આર.એન.કણઝરીયા મો.નં-૯૭૩૭૫ ૪૭૫૫૫ તથા મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭૫૯૪૩ ઉપર સંપર્ક કરી માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.