મોરબી જિલ્લામાં અને ટંકારા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેની સૌથી વધુ અસર પીજીવીસીએલમાં જોવા મળી રહી છે. ઠેર ઠેર વીજ પોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે ટંકારા પીજીવીસીએલમાં વીજળી ગુલ થતાં ફરિયાદોનો ભારે ધોધ છૂટ્યો હતો. 500 જેટલી ફરિયાદો માત્ર ધર અને કારખાનાની સામે આવી હતી જ્યાં દરેક જગ્યાએ વિજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે જ્યારે ખેતીવાડીમાં ભારે ખાના ખરાબીને કારણે પીજીવીસીએલના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પંથકમાં પડેલ ભારે વરસાદને કારણે પીજીવીસીએલમાં 500 જેટલી ફરિયાદો માત્ર ઘર અને કારખાનાની સામે આવી હતી. જે ફરિયાદોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો છે. પીજીવીસીએલને ચાર દિવસમાં પડેલ ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. 50 જેટલા ઈલેવન પોલ ધરાશાયી થઈ ગયા છે તો 2 ડિપી ટ્રાન્સફોર્મ અને એક એલસી પોલ ભાંગી પડતા ફરીયાદના ધોધ છુટયા હતા. જો કે વિજ પુરવઠો પુર્વવત કરવા ટીમે વરસાદ વચ્ચે સને વરસાદ રહ્યા બાદ કમર કસી હોય તેમ તમામ ધર ઓફીસ ગામડા અને ફેક્ટરીમાં પૂર્વરત કરી દીધી છે. ખેતી વાડીમાં અનેક પોલ પડી જતા હજી પણ કામ માટે પીજીવીસીએલ કર્મચારીઓ કમરકસી રહયાં છે. પરંતુ વાડી વિસ્તારમાં ગારાને કારણે વીજ કામગીરી પૂર્વરત કરવામાં તકલીફ પડતી હોવાથી સમય લાગી રહ્યો છે તેમ ડે ઈજનેર શ્રી મોડે જણાવ્યું હતું. આ ઉપરાંત પણ ખેડૂતોને ધ્યાનમાં કોઈ જગ્યાએ ફોલ્ટ દેખાય તો તંત્રના ધ્યાનમાં મુકીને સહયોગ આપવા પણ જણાવ્યું હતું.