મોરબી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસતા જિલ્લાભરમાં પાણી… પાણી…ના દ્રસ્યો સર્જાયા છે. તેવા સંજોગો વચ્ચે ટંકારામાં નિચાણવાળા છેવાડાના વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા હતા. જેની જાણ થતા ટંકારા પોલીસ અને પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તાત્કાલિક 35 લોકોની બચાવ કામગીરી હાથ ધારી સલામત સ્થળે ખસેડી સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યાં શાળાના આચાર્ય ચેતનભાઈ અને સુરેશભાઈ સહિતનાઓ દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે.
વધૂમા સલમતીમાં ભાગરૂપે ટંકારા પોલીસ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા ટિમો બનાવી નિચાણવાળા વિસ્તારોનાઓ સર્વે હાથ ધરી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.