રાજ્યભરમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને દિપોત્સવી પર્વ દરમિયાન મીઠાઇ સહિતની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટંકારા પોલીસ તથા શી ટીમ દ્વારા ખાખરાં ગ્રામ ખાતે આવેલ બાળ આશ્રમ ખાતે અનાથ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળી, એટલે પ્રકાશ, આનંદ અને પ્રેમનો તહેવાર. પરંતુ આ વર્ષે રાજકોટના ટંકારા પોલીસ સ્ટાફ તથા શી ટીમએ આ તહેવારને નવો અર્થ આપ્યો છે, જે સુખથી વધુ સહાનુભૂતિ અને લાગણીની દિવાળી ઉજવવાનો છે.
દિવાળીના તેહવાર અનુસંધાને ટંકારા પોલીસ સ્ટાફ તથા શી ટીમ દ્વારા ખાખરાં ગ્રામ ખાતે આવેલ બાળ આશ્રમના અનાથ બાળકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દિવાળીના તેહવાર અનુસંધાને ફાટકડા અને મીઠાઈઓ આપી તેહવારની ઊજવણી કરવામાં આવી હતી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.