ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાથી મોરબી જીલ્લા એસ.ઓ.જી.શાખાએ આરોપી હુશેનભાઇ ઉર્ફે સબલો સલીમભાઇ સોલંકી વન્સ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનો વજન ૧.૪૩૫/- કિલો ગ્રામ કિંમત રૂ. ૧૪,૩૫૦/- સહિત કુલ ૪૬,૮૫૦/- મુદામાલ કબજે કર્યો હતો. જેમાં સહઆરોપીનું નામ ખુલતા તેની અટક કરી હતી. જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ઈસમનું નામ ખુલતા પોલીસે અનેક વાર તપાસ કરવા છતાં ન મળતાં આજરોજ બાતમીના આધારે સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયાને કચ્છના આદિપુર ખાતેથી ટંકારા પોલીસે પકડી પાડ્યો છે.
મોરબી જીલ્લાના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઉચ્ચ અધિકારીઓ પાસેથી સુચના મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા, જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ ગુન્હો ગત તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ ટંકારા શાક માર્કેટમાથી મોરબી જીલ્લા એસ.ઓ.જી.શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આરોપી હુશેનભાઇ ઉર્ફે સબલો સલીમભાઇ સોલંકી અલગ અલગ ચીઝવસ્તુ, વન્સ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનો વજન ૧.૪૩૫/- કિલો ગ્રામ કિંમત રૂ. ૧૪,૩૫૦/-, રોકડ રૂ. ૨૦૦૦/- તેમજ મોબાઇલ ફોન કિંમત રૂ-૩૦,૦૦૦/- મળી કુલ ૪૬,૮૫૦/- મુદામાલ કબજે કર્યો હતો. જે ગુનામાં સહ આરોપી તરીકે આરોપી નિજામભાઈ ઇબ્રાહીમભાઈ આમરોણીયા ટંકારા વાળાની ધરપકડ કરવામા આવી હતી. જે કેસમાં ગાંજાનો જથ્થો આપનાર આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયા ગાંધીધામ રબારી વાસ ચોક વાળનું નામ ખુલતા તે આરોપીની અવાર નવાર તપાસ કરવા છતા છેલ્લા છ મહીનાથી ફરાર હતો. જે આરોપી હાલ કચ્છ આદિપુર ખાતે હોવાની બાતમી મળતા સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયા મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી ગુન્હામાં અટક કરી હતી. જેમાં પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા, PSI એસ.એન.સગારકા, ASI સુરેશભાઇ સોસા, ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળદેવભાઇ દેગામા, મિલનભાઈ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી