કુખ્યાત આરીફ મિરની ટંકારા પોલીસે સાબરમતીથી કબજો મેળવી પુછતાછ હાથ ધરી હતી:કોર્ટમાં રજૂ કરી પોલીસે ૩ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે રિમાન્ડ નામંજુર કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો
ટંકારા પોલીસે ૨૦૨૧માં ક્રુઝર ચાલકને બે ભાઈએ ભેગા થઈને માર્યાના ગુનામાં નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે સરકારી હોસ્પિટલ સામે રહેતા આદમ ઉર્ફે આદુ ઈસાભાઈ અબ્રાણી ઘરે તપાસ કરતાં ટંકારા પોલીસને ૨ પિસ્તોલ ૮૦ કાર્ટીસ તથા ૩ મેગ્જીન મળી આવી હતી.જે અંગે આરોપી આદમની પૂછપરછ કરતા તેને આ હથિયાર મોરબીના કુખ્યાત આરિફ મિર મુકી ગયાની કબુલાત આપતા ટંકારા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.પરંતુ પોલીસ હથે ચડયો ન હતો અને મોરબીના ચકચારી મમુદાઢી હત્યાના કેસમાં અને ગુજસીટોકના ગુનામાં સાબરમતી જેલમાં રહેલ આરીફ મિરને ટંકારા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં કબજો લઈ ટંકારા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો જો કે ટંકારા નામદાર કોર્ટે રિમાન્ડ નામંજુર કરી ફરી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.