હોળી ધુળેટીના તહેવાર દરમિયાન ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા ગિરીશભાઈ સંઘાણી નામનાં એક આરોપીની અટકાયત કરી છે. જેમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની મોટી વ્હીસ્કી બોટલો નંગ-૮૩ કી.રૂ. ૩૩,૨૨૧/- તથા ક્રીંગ ફીસર બીયર ટીન નંગ-૯૩ કી.રૂ. ૧૧,૪૩૯/- મળી કુલ કી.રૂ. ૪૪,૬૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪૯,૬૬૦/- ના મુદામાલ સાથે પકડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતગર્ત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા વાંકાનેર વિભાગ તરફથી ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી ઇંગ્લીશ દારૂના વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા આજરોજ કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનના ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે ગિરીષભાઇ સંઘાણી રહે. હરબટીયાળી તાલુકા ટંકાર વાળાએ જીવાપર ગામની સીમ સ્લોગન કારખાનાની બાજુ વાળા રસ્તે કુવાવાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે રેઇડ કરતા રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૩ ની કિ.રૂ.૭.૫૨૫/-, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ ની કિ.રૂ.૧૬,૭૦૪/-, મેકડોવેલ્સ નં-૦૧ ઓરીજીનલ બ્લેન્ડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૬ ની કિ.રૂ.૮.૯૯૨/-, ૫૦૦ કીંગફીશર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૯૩ ની કિ.રૂ.૧૧,૪૩૯/- અને મોબાઇલ ફોન ૦૧ કી.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૪૯,૬૬૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ગીરીશભાઈ નરશીભાઇ સંઘાણી નામનાં ઇસમને પકડી પાડયો છે.
જેમાં પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામાં આવી છે.