રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ ની સૂચનાથી મોરબી એસ.પી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઇ વાય કે ગોહિલ ની ટીમે હોટેલ કમ્ફર્ટ રિસોર્ટ ના રૂમ નંબર ૧૦૫ માંથી જુગાર રમતા ૧૦ નબીરાઓ પર દરોડો પાડયો હતો જેમાં comfort હોટલ ના ગ્રાઉન્ડમાં ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં હોવાથી પૂછપરછ કરતા અન્ય વ્યક્તિઓ હોટલમાં પ્લાસ્ટિકના કોઈન વડે જુગાર રમતા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જેમાં રોકડ રકમ રૂપિયા ૧૨ લાખ પુરા તેના પટાંગણમાં પડેલ ફોર્ચ્યુનર કારમાંથી મળી આવ્યા હતા અને કુલ ૬૩.૧૫ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.
ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ ની ટીમે કમ્ફર્ટ હોટલમાં રૂમ નંબર 105 માં જઈને તપાસ કરતા ત્યાંથી જુગાર રમાડવા માટે બોલાવનાર ગોપાલ રણછોડભાઈ સભાડ ઉંમર વર્ષ 27 રહે મા શક્તિ વૈશાલી નગર આમ્રપાલી ફાટક પાસે રાજકોટ, ગાડીમાં બેસાડી લઈ આવનાર ડ્રાઈવર અને રોકડ સાચવનાર ચિરાગ રસિકભાઈ ધામેચા ઉમર વર્ષ 24 રયે માતૃ કૃપા ગાંધીગ્રામ રાજકોટ શહેર, હોટલ કમ્ફર્ટમાં ડ્રાઇવર ના નામથી રૂમ બુક કરાવનાર રઘુવીરસિંહ ઉર્ફે દીપક સિંહ બહાદુરસિંહ જાડેજા ઉંમર વર્ષ 46 ધંધો દલાલી રહે ગામ ખરેડી તાલુકો કાલાવડ જીલ્લો જામનગર, રવિ મનસુખભાઈ પટેલ ઉંમર વર્ષ 32 ધંધો વેપાર એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડ મોરબી, વિમલભાઈ રામજીભાઈ પટેલ ધંધો કોન્સ્ટ્રક્શન તિરુપતિ નગર સોસાયટી રૈયા રોડ રાજકોટ, હા સરભાઈ પ્રભુભાઈ પારેખ ઉંમર વર્ષ 50 ધંધો દલાલી રહે પ્રહલાદ પ્લોટ દિગ્વિજય રોડ રાજકોટ, કુલદીપ સી વનરાજસિંહ ગોહિલ હુમારો વર્ષ 39 ધંધો રીયલ એસ્ટેટ રહે આર કે પાર્ક ની બાજુમાં રાણી ટાવર પાછળ કાલાવડ રોડ રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુંમર ઉવ ૪૯ ધંધો કન્સ્ટ્રક્શન રહે.શ્રીજી પાર્ક સોસાયટી સત્ય સાંઈ રોડ રાજકોટ, હિતેશભાઈ નારણભાઈ જાલરીયા ઉંમર વર્ષ 45 ધંધો ખેતી જય ક્રિષ્ના પાર સોસાયટી અવની રોડ મોરબી વાળા ની ધરપકડ કરી છે જ્યારે રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસટેન્ડ પાછળ મોરબી વાળાની પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે તેમજ પોલીસે ૧૨ લાખ રોકડ,GJ 3 MH 7021 નંબર ની કાળી ફોર્ચ્યુનર,GJ 3 KC 1400 નંબરની સફેદ ફોર્ચ્યુનર બન્ને ની કુલ કિંમત 50 લાખ તેમજ 1.15 લાખના આઠ મોબાઈલ મળી કુલ 63.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
આ હાઈપ્રોફાઈલ રેડમાં ટંકારા પીઆઈવાઈ કે ગોહિલ,અનાંર્મ હેડ. કોન્સ .મહિપતસિંહ હરિસિંહ સોલંકી, શાહિદભાઈ સીદીકી, દશરથસિંહ ઘનશ્યામસિંહ કૃષ્ણસિંહ પુથ્વીરાજ સિંહ બિપિનકુમાર અમરશીભાઈ તથા સોયબ ભાઈ ગુલામભાઈ સહિતના પોલીસ કર્મીઓની ટીમને સફળતા મળી છે.