Friday, January 24, 2025
HomeGujaratટંકારા પોલીસે છોટા હાથીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ:બે બુટલેગર ઝડપાયા

ટંકારા પોલીસે છોટા હાથીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ:બે બુટલેગર ઝડપાયા

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા ટંકારા પોલીસ પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે છોટા હાથી વાહનમા બનાવેલ ચોર ખાનામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થાને કબ્જે કરી બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસટીમ પેટ્રોલીંગમા હતી. દરમ્યાન તેઓને મળેલ ખાનગી બાતમીનાં આધારે એક છોટા હાથી વાહનમા ડ્રાઈવર સીટ નીચે બનાવેલ ચોર ખાનામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ૪૮૦ બોટલનો રૂ. ૪૮,૦૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આરોપી અતુલભાઇ ગોરધનભાઇ વેકરીયા તથા ભાવિનભાઇ હસમુખભાઇ અગ્રવાત વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

 

આ કામગીરીમાં ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે.ધાધલ તથા ટંકારા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!