ટંકારા પોલીસ સ્ટેશનમાં 2008ની સાલમાં એક ઘરફોડ ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જે બનાવમાં વોન્ટેડ આરોપીને 13 વર્ષ બાદ મોરબી પેરોલ ફર્લો ટીમે મોરબીથી ઝડપી પાડી ટંકારા પોલીસને સોંપી દેવાની તજવીજ આદરી છે જેમાં વર્ષ 2008માં ટંકારા પોલીસ સ્ટે.માં ઘરફોડ ચોરીના બનાવમાં નાસતો ફરતો આરોપી 37 વર્ષીય કમલસિંહ ઉર્ફે કમલ ખેલસિંગ ભાંભર (રહે. મૂળ દેકાકુંડ, નિમ ફળિયું, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને મોરબીના પાડાપૂલ નીચેથી મોરબીની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીને પોલીસે ટંકારા પોલીસને સોંપવાની તજવીજ આદરી છે. આરોપીને ઝડપવાની સફળ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી, એ.એસ.આઇ. પોલાભાઈ ખાંભરા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશિકભાઈ મારવણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઇ મીયાત્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયા હતા.