Friday, January 10, 2025
HomeGujarat'સેવા સુરક્ષા અને શાંતિ':ના સૂત્રને રકતદાન કરી પૂર્ણ રૂપે સાર્થક કરતી ટંકારા...

‘સેવા સુરક્ષા અને શાંતિ’:ના સૂત્રને રકતદાન કરી પૂર્ણ રૂપે સાર્થક કરતી ટંકારા પોલીસ

કડક છાપ ધરાવતા ખાખીની અંદર કુણુ હ્રદય પણ હોય છે તેમ ટંકારા પોલીસે સાબિત કરી બતાવ્યું છે. સેવા સુરક્ષા શાંતિ માટે ખડેપગે રહેતી પોલીસ શારીરિક સમસ્યા માટે પણ એટલી જ સંવેદનશીલ હોય એવો દાખલો ટંકારા પોલીસે રકતદાન દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસમેન પોલીસ તરીકે હોસ્પિટલમાં દાખલના નિવેદનો અને તપાસ માટે અવાનવાર જવાનું થતું હોય છે. ત્યારે ટંકારા પીએસઆઈ એમ.જે.ધાંધલ કોઈ કેસ બાબતે ડોક્ટર સાથે સંવાદ કરતા હતા ત્યારે દવાખાનામાં લોહીની તાતી જરૂરિયાત અંગે સ્ટાફની મુંજવણ સામે આવી હતી. ત્યારે આ વાત પીએસઆઈ એ રાજકોટથી ટંકારા આવવા સુધી સતત વાગોળી રાત્રે રોલકોલ વખતે પોલીસ સ્ટેશનમાં હાજર જવાનો સાથે વાત કરી આપણે રક્તદાન કેમ્પનુ આયોજન કરીએ તો ? આપનું શું કહેવું છે ? તેવું પૂછતા જ ટંકારા સ્ટાફે પણ રકતદાન કરવા તત્પર હોય તેમ હા…માં હા ભણી તમામ સ્ટાફે તાકીદે રકતદાન કેમ્પના આયોજન ધડવા તત્પરતા બતાવી અને રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે ટંકારા પોલીસે મહા રક્તદાન કેમ્પનુ ઈમર્જન્સી એક દિવસમાં આયોજન કર્યું જેમાં આજરોજ ચાર ઓક્ટોબરે પોલીસ મથકે પોલીસ સ્ટાફ, જીઆરડી જવાનો, હોમગાર્ડ, ઉધોગપતિ, રાજકીય સામાજિક અગ્રણી સાથે તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કુલ ૮૧ બોટલ રક્ત એકત્ર કર્યું હતું. અને પીડીયુ સરકારી મેડિકલ સ્ટાફે ટંકારા પંથકના પોલીસ પરીવારનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો અને ખાખીના કડક વલણ દાખવતાં અંદર રહેલ માનવતાવાદી કુણા દીલની દીલદારીને સલામી આપી બીરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!