Friday, December 27, 2024
HomeGujaratછેલ્લા સાત માસ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ

છેલ્લા સાત માસ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ

આજ રોજ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન થયેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી વાલજીભાઈ ધનજીભાઈ મકવાણા રહે બોટાદ વાળો લતીપર ચોકડી પાસેથી પસાર થઈ નીકળવાનો હોય તેમ ચોક્ક્સ હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા નાસતો ફરતો આરોપી વાલજીભાઇ ધનાભાઇ મકવાણા (ઉ.વ.૫૦, રહે. રહે.પાળીયાદ ચામુંડા નગર પશુ દવાખાના પાછળ તા.જી.બોટાદ) વાળો મળી આવતા તેને પકડી પાડી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

 

ઉપરોકત કામગીરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા તથા સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સટેબલ એન.જે.નીમાવત, વિજયભાઇ નાગજીભાઇ બાર તથા આર્મ્ડ એ.એસ.આઇ કિશોરદાન ગંભીરદાન ગઢવી સહિકનો પોલીસ સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!