ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અને સાયબર ક્રાઇમ અંગે સમજ તથા માર્ગદર્શન અપાયું.
આજરોજ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે DySP સારડા દ્વારા ગોડાઉન માલિકો અને વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અભિયાન સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન [1930], શ્રમિકો, ભાડુંઆતો અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટંકારા પોલીસ સ્ટેશન ખાતે DySP સારડા દ્વારા ટંકારા ગોડાઉન માલિકો અને વેપારી અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકના મુખ્ય હેતુઓમાં “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અભિયાન અંતર્ગત જાગૃતતા વધારવી, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન [1930] વિશે જાણકારી આપવી, તથા કાયદાકીય અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી નવા કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રમિકો, ભાડુંઆતો તથા ઘરઘાટી સંબંધી જાહેરનામાઓના પાલન માટે સૂચનાઓ આપી હતી. સાથે જ વ્યાજવટાવ સંબંધિત સમસ્યાઓ માટે વ્યવસ્થિત રજૂઆત કરવા જણાવ્યું હતું. વધુમાં, જો કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળે તો તે અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના સાથે અનુરોધ કરવામાં આવ્યો હતો.