Sunday, December 22, 2024
HomeGujaratમીતાણા પાસે લાઇટ ડીઝલ ઓઇલ ચોરી કરતી ટોળકીને ટંકારા પોલીસે ધડદબોચી

મીતાણા પાસે લાઇટ ડીઝલ ઓઇલ ચોરી કરતી ટોળકીને ટંકારા પોલીસે ધડદબોચી

પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા નો સપાટો ગુનેગારો ભુગર્ભ મા ઉતરી ગયા

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકે પ્રો. ASP તરીકે ફરજ બજાવતા અભિષેકે ગુપ્તા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે તૈયાર કરેલ એક્શન પ્લાન ને વધુ એક સફળતા મળી છે જેમા રાજકોટ મોરબી રોડ પર ના મીતાણા પાસે લાઇટ ડીઝલ ઓઇલ ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા અધિકારી ની સુચના થી નેકનામ ઓપી જમાદાર પ્રદિપભાઈ ગોહિલ એ એસ આઈ પ્રફુલ પરમાર જીતેન્દ્રભાઈ. રમેશભાઈ સહિતના ટિમ બનાવી મોમાઈ હોટલ ની પાછળ સરકારી ખરાબા મા બાવળ ની ઝાડી લાઈટ ડીઝલ ની ચોરી કરતા ચાર ને ૪૮૪૬૯૪૯ ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના મિતાણા ગામે આવેલી મોમાઈ હોટલ પાછળ લાઈટ ડીઝલ ની ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા ટંકારા પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા ની ખાસ ટીમ બનાવી બનાવ સ્થળે રેડ કરતા બાવળ ની ઝાડી મા લાઈટ ડીઝલ ની ચોરી કરતા રમેશભાઇ દલીચંદભાઇ પટેલ ઉ.વ. ૩૮ ધંધો- ટ્રાન્સપોર્ટનો રહે. રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે સતનામપાર્ક તા. જી. રાજકોટ મુળ ગામ- હરીપર(ભુ) તા.ટંકારા જી. મોરબી નાએ પોતાની માલીકીના ટેન્કરમાં એસ્સાર કંપની જામનગર ખાતે થી ભરેલ એલ ડી.ઓ જે રાજસ્થાન પહોચાડવાનું હોય જે પોતાના બન્ને ડ્રાઇવરો હુશેન ઓસમાણ નાયાણી વાઘેર ઉવ. ૩૨ રહે. વાડીનાર ઇદમસ્જીદ ની બાજુમાં ઇસ્માઇલભાઇ હુશેનભાઇ સંગાર ઉવ.૩૦ રહે. વાડીનાર ગોવાડપડુ તેના પાર્ટનર આરોપી જયદીપભાઇ કીશોરભાઈ વ્યાસ ઉ.વ.૩૧ ધંધો- વેપાર રહે. પ્રભુનગર ગામ તા ટંકારા જી.મોરબી વાળા ને સાથે રાખી અને ટેન્કર મીતાણા લાવી અને તેમાં થી જે એલ.ડી.ઓ ના મુળ માલીક(રાજસ્થાન રાજય વિધુત ઉત્પાદન નીગમ લીમીટેડ ની પરવાનગી વગર એલ.ડી.ઓ પ્રવાહી કાઢી અને એલ.ડી. ઓની ચોરી કરી અન્ય વ્યકિતઓની જીંદગી જોખમમાં મુકાય તે રીતે જવલંતશીલ પદાર્થ કોઇ ફાયર સેફટી ના સાધનો ની વ્યવસ્થા વીના રાખી મળી આવતા જે ઉપરોકત આરોપીઓએ લાઇટ ડીઝલ ઓઇલ પ્રવાહી ભરી ગંગાનગર રાજસ્થાન લઇ જવાને બદલે મીતાણા ખાતે ચોરી કરતા એકબીજા ને મદદગારી કરતા કુલ મુદામાલ કીમત રૂ. ૪૮,૪૬,૯૪૯/-(અડતાલીસ લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપચાસ) ના મુદ્દામાલ સાથે મળી આવતા કયદેસરની કાર્યવાહી કરી ઇપી.કો. કલમ ૩૭૯,૨૮૫,૧૧૪ મુજબનો ગુન્હો નોંધી આ ચોરી કેટલા સમય થી થતી હતી આ ચોરી નો માલ ક્યા વહેંચવામાં આવતો હતો સહિત ની તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!