ટંકારાના પ્રભુનગર સોસાયટી ગિરીશભાઈ ગાંધીના મકાન પાસેથી જુગારનો ગણનાપાત્ર કેસો શોધી કુલ ચાર આરોપીને રોકડા રૂપિયા ૨૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે પકડી પાડી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે જી મોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે ધાંધાલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોને પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કૌશિક કુમાર રતીલાલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા ગામે પ્રભુનગર સોસાયટી ગીરીશભાઈ ગાંધીના મકાન પાસે રેઇડ કરતાં જાહેરમાં ગંજી પાના વડે તીન પટ્ટીનો જુગાર રમતા જીજ્ઞેશભાઈ દિનેશભાઈ કવૈયા, મકબૂલ ભાઈ અમીભાઈ ચૌધરી, કિર્તીભાઇ ઉર્ફે કેતનભાઇ રમણીકભાઈ શાહ અને ઈલ્યાસભાઈ ઉસ્માનભાઈ મેસાણીયા નામનાં ચાર ઇસમોને રોકડા રૂપિયા ૨૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે..