રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર માધાપર ચોકડી પાસે સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઇસમને ટંકારા પોલીસ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાઇવે પર રોડ નશાની હાલતમાં કાર ચલાવી સ્ટંટ કરતો યુવાનનો વિડીયો થયો વાઇરલ થયો હતો.જે વાઇરલ વીડિયોને લઈને આરોપીની શોધખોળ કરી સ્વિફ્ટ કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી ટંકારા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા દ્વારા કરેલ સુચના મુજબ બેફામ રીતે અન્ય લોકોની જીંદગીને જોખમ ઉભુ કરે તેવી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ તેમજ ટ્રાફીક નિયમોના ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક નિયમોના ભંગ કરતા ઇસમો તેમજ સોશીયલ મીડીયા પર ટ્રાફીક નિયમોના ભંગ કરતા ઇસમોને શોધી કાઢવા તેમજ વોચ તકેદારી રાખી ભયનો માહોલ ફેલાવનાર ઇસમો શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયાના સુચના મુજબ ટંકારા પોલીસ સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ટંકારા તાલુકાના ડેમી ડેમ-૦૨ ના બારનાલા ઉપર સ્વીટકાર નંબર-GJ-36-AL-3047 ના ચાલકે નશાની હાલતમાં આઇસર ટકના ઠાઠાના ભાગે અકસ્માત કર્યો હતો. જે વાહન ચાલક આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, વાહન ચાલક આરોપીના કબ્જા વાળી સફેદ કલરની સ્વિફટ કાર જેના રજી નં-GJ-36-AL-3047 વાળી રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ફોરવીલ કાર ચલાવીને રાજકોટથી મોરબી તરફના હાઇવે રોડ પર પોતાની સ્વિફટ કાર ચલાવીને સ્ટંટ કરતો હતો જેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થતા તે કાર શોધી ગુન્હામાં કબ્જે આરોપી જાવેદભાઈ ઇસ્માઇલભાઇ સૈયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
આ કામગીરીમાં ટંકારા પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા, PSI વાય.એસ.પરમાર, HC જસપાલસિંહ જાડેજા, રાજેશભાઇ કણજરીયા, PC મિલનભાઈ પરમાર, શૈલેષભાઇ ફેફર, જયવિરસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.