Wednesday, December 25, 2024
HomeGujaratટંકારાના લજાઇ ગામેથી રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી...

ટંકારાના લજાઇ ગામેથી રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશનના લજાઈ ગામેથી રાત્રીના સમયે રિક્ષા ચોરી કરનાર બે ઇસમોને સી.એન.જી રિક્ષા કિંમત રૂ. 1,50,000 ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જની સુચના અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકએસ.એચ.સારડા વાંકાનેર વિભાગે ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમાં પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપતા એસ.કે.ચારેલ પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનની સુચના તેમજ માર્ગદર્શન મુજબ એમ.જે.ધાધલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ કણજરીયા, પોલીસ કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ રાણા, વિપુલભાઇ બાલાસરા, વિગેરે સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજાને સયુકતમાં ખાનગી રાહે બારમી મળી કે ટંકારા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૧૦૧૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી કોઇ ચોર ઇસમો હંકારી રાજકોટ થી મોરબી તરફ જઈ રહ્યા છે. જે આધારે વોચ ગોઠવી તપાસ કરતા બે ઇસમો ચોરીમાં ગયેલ રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી સાથે મળી આવતા જે રીક્ષાના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં રીક્ષાના એન્જીન ચેસીસ નંબર તથા આર.ટી.ઓ નંબર સર્ચ કરી જોતા રીક્ષા હાર્દીકભાઇ મહેશભાઇ સેરસીયા રહે. મોરબી વાવડી રોડ, ભુમિટાવર કેનાલ રોડ, નાની વાવડી સીધ્ધી વિનાયક સોસાયટી શેરી નં-૦૨ વાળાના નામે હોય જે રીક્ષા બાબતે ખાત્રી તપાસ કરી ચોરીમાં ગઈ હોવાનુ જણાવતા બન્ને ઇસમોની વધુ પુછપરછ કરતા તા.૨૩/૧૧/૨૦૨૪ની રાત્રીના લજાઇ ગામેથી ચોરી કરેલાની કબુલાત આપતા મુકેશભાઈ અરજણભાઇ ગુજરાતી અને અર્જુનભાઈ જયંતિભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. જેમાં મુકેશભાઈ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસ અને અર્જુનભાઈ ઉપર ચાર ગુન્હા નોંધાયા છે. જેમની પાસેથી હાલ પોલીસે સીએનજી રિક્ષા કિંમત રૂ. 1,50,000 નો મુદ્દામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

જે કામગીરીમાં એસ.કે. ચારેલ પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશન, પીએસઆઇ એમ.જે.ધાંધલ તથા ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!