ટંકારા તાલૂકામાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાના ફોર્મ ભર્યા વગર,પરીક્ષા આપ્યા વગર gcvt cccresult સાઈટમાં આપેલ વર્ષ ૨૦૧૩ ની રીઝલ્ટની કુલ ૧૨૦ પેઈજની સીટમાથી પેજ નંબર ૩,૪ અને ૩૫ વાળી રીઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ ગોઠવી તાલુકા, જિલ્લા અને લોકલ ફંડ વગેરેમાં લાગવગ લગાડી ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરાવી લીધું છતાં ચારેય મહાસયોએ એવો લેખિત ખુલાશો કરેલ છે કે સીસીસીનું “સર્ટી આપનાર અમને છેતરી ગયા” હકીકતમાં વ્યક્તિગત સર્ટી આવતું જ નથી ઓનલાઈન રિઝલ્ટનો લિથો આવે છે એ લિથામાંથી જ પેજ નંબર 3,4 અને 35 ની પ્રિન્ટ કાઢી પોતાના નામ ગોઠવી વર્ષોથી ખોટી રીતે સરકારી નાણાં મેળવી રહ્યાની અને ગંભીર ગુનો કર્યાની ફરિયાદ આધાર પુરાવા સાથે થઈ એને બે માસ જેટલો સમય વીતી જવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવેલ નથી
સ્થાનિક અધિકારીઓને પૂછતાં એવું જણાવેલ છે કે” તપાસ હજુ ચાલુ છે સર્ટી ખરાઈ માટે વિભાગમાં મોકલેલ છે” હકીકતમાં સી.સી.સી.નું વ્યક્તિગત સર્ટી આવતું જ નથી ઓનલાઈન રિઝલ્ટ સીટ જ આવે છે તો પછી ખરાઈ ઓનલાઈન જ થઈ જાય એમાં ક્યાંય કશું મોકલવાની જરૂર જ નથી આમ કૌભાંડ કરનાર લોકોને શિક્ષણના સ્થાનિક અધિકારીઓ છાવરી રહ્યા હોય એવું જણાતા અને ગોટાળા કરનાર ગુરુજીઓ રાજ્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉચ્ચ હોદા ધરાવતા હોય, આ કૌભાંડ બહાર આવ્યું એને બે માસ જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થઈ હોય કૌભાંડકારીઓ વિરુદ્ધ પોલીસ વિભાગમાં ફરિયાદ થતાં ચારેય શિક્ષકોને નિવેદન લેવા માટે ટંકારા થાણાં અધિકારી અનેં પ્રો.IPS અભિષેક ગુપ્તા તપાસ અનેં ખરાઈ માટે બોલાવેલ જેમાં ગોટાળા કરનાર ગુરુજીઓએ વાહિયાત ખુલાસો કરતા જણાવ્યું કે “અમને ખબર નહોતી કે અમારું રિઝલ્ટ ખોટું છે આ તો પાટણ જિલ્લાના સી.સી.સી.ના બોગસ રિઝલ્ટના સમાચાર વાંચ્યા એટલે અમે સામેથી શિક્ષણ વિભાગને જાણ કરેલ છે,”હકીકતમાં આ ચારેય મહાસયોએ જ પોતાના હાથે બધા કારસ્તાન કર્યા છેઅને જાતે ચેડાં કરી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા છે અને નરી આંખે,ખુલ્લી આંખે જોઈ શકાય એવો ભ્રષ્ટાચાર છે જેથી પોલીસવિભાગે ચારેય ને પૂછપરછ માટે બોલાવ્યા હતા જેમાં વિરમ દેસાઈ અને ગંગાબેન દેસાઈ બે હાજર પોલીસ સમક્ષ ગયા હતા જ્યારે શૈલેષ સાંણજા અને છાયાબેન માકાસણા હજુ સુધી દેખા આપી નથી જો કે આત આટલું બન્યા પછી પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવાતા ન હોય ભેદી મૌન સેવી લીધું છે અને આ કૌભાંડ મામલે મોટો ‘વહીવટ’ થઈ ગયો હોય એવી ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે શું આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થશે કે પછી ઘીના ઠામ માં ઘી પડી જશે એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.