Tuesday, March 18, 2025
HomeGujarat"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પાંચ લાખ રૂપિયા પરત અપાવતી ટંકારા પોલીસ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાંચ લાખ રૂપિયા પરત અપાવતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી અજીતભાઈ ભાગીયા પાસેથી આરોપીઓએ રૂપિયા ૫,૦૦,૦૦૦ પડાવી લીધા હતા. જે રૂપિયા પરત અપાવી દેવા કોર્ટે દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ મુજબ ટંકારા પોલીસ દ્વારા આરોપી પાસેથી રૂ. ૫,૦૦,૦૦૦ રોકડ ફરિયાદને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવીને ટંકારા પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી થાય તેવી કાર્યવાહી કરવા સુચના આપી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૧),૩૫૧(૨) વિ. મુજબના ગુનામાં ફરીયાદી અજીતભાઇ મુળજીભાઇ ભાગીયા રહે. હરીપર તા.ટંકારા જી.મોરબી વાળા પાસેથી આરોપીઓએ રૂપીયા-૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ડરાવી ધમકાવી પડાવી લીધા હતા. જે રોકડા રૂપીયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરીયાદીને રોકડા રૂપીયા ૫,૦૦,૦૦૦/- પરત અપાવી પોલીસ પ્રજાનો મીત્ર હોવાના સુત્રને ટંકારા પોલીસ દ્વારા સાર્થક કરી બતાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!