Friday, August 29, 2025
HomeGujaratટંકારાનાં ખેડુત પરીવારની ગુમ થયેલ સગીર વયની બે માસુમ દિકરીઓનું ટંકારા પોલીસે...

ટંકારાનાં ખેડુત પરીવારની ગુમ થયેલ સગીર વયની બે માસુમ દિકરીઓનું ટંકારા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું 

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલ દ્વારા મોરબી જીલ્લામાં મહિલા અને બાળકોની સુરક્ષા બાબતે સંવેદનશીલ ગુન્હા બનતા અટકાવવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા ખેડુત પરીવારની ગુમ થયેલ સગીર વયની બે માસુમ દિકરીઓને શોધી કાઢી પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના નેકનામ ઓપી.વિસ્તારમાં રાત્રીના એ.એસ.આઇ. રાજુભાઇ કોપાણીયા તથા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ કણઝારીયા તથા કોન્સ્ટેબલ કિશોરભાઇ દાવા સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન તેઓને ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઈ ગમારાનો ફોન આવ્યો હતો કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઈની વાડીમાં રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ તથા સવીતા બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગયેલ અને ઘરે પરત આવેલ નથી જે બાબતે ટંકારા પોલીસની ટીમ દ્વારા તાત્કાલીક ધ્રોલીયા ગામના સરપંચ તથા આગેવાનો અને બીજા સ્ટાફ પોલીસ જવાનો તથા ગ્રામ રક્ષક દળના સભ્યોની મદદ લઈ અલગ-અલગ ટીમો બનાવી ધ્રોલીયા ગામના પાટીયાની આજુ-બાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમા તથા અવાવરૂ જગ્યાએ શક પડતા વિસ્તારોમાં સર્ચ કરવાની કામગીરી કરવામા આવી હતી. જેમા ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો સહિત મહિલા કર્મચારીઓને સાથે રાખી તપાસ તજવીજ કરતા મોડી રાત્રીના ગુમ થનાર બંને સગીર વયની બાળાઓને ધ્રોલીયા ગામની સીમમાથી એક મગફળીના ખેતરમાંથી સવીતાબેન તથા રીનુબેન હેમખેમ મળી આવ્યા હતા. જે બાળાઓને વુમન પોલીસ કોન્સ્ટેબલ રીંકલબેન મારફતે પૂછપરછ કરતા સહી-સલામત હોવાનુ જણાય આવેલ બનાવ સ્થળે રૂબરૂ વિઝીટ કરી અને આ ગુમથનાર બંને સગીર બાળાઓ તથા તેઓના વાલીઓને રૂબરૂ મળી પુછપરછ કરવામાં આવી હતી. જેમા કોઈ ગુન્હાહિત કૃત્ય બનેલ ન હોવાનું જણાવ્યું હતું. બાદ આ ગુમથનાર બંને સગીર બાળાઓના તેઓના વાલી(માતા-પિતા)ની હાજરીમાં પુછપરછ કરી સહી-સલામત તેઓને સુપ્રત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!