Friday, January 10, 2025
HomeGujaratટંકારા પોલીસે ગજડી ગામ ખાતે આવેલી વાડીએથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા પોલીસે ગજડી ગામ ખાતે આવેલી વાડીએથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા તાલુકા પોલીસે ગજડી ગામ ખાતેથી આરોપીના ભોગવટા વાળી વાડી ખેતરેથી ભારતીય બનાવટની ઇગ્લિશ દારૂની ૬૦ બોટલો કીમત રૂ.૨૧,૦૦૦/- તથા બિયર ટીન ૪૮ નંગ કિંમત રૂપિયા ૪૮૦૦/- મળી કુલ ૨૫,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ગજડી ગામે આરોપી કાનાભાઈ જારીયા ગજડી વાળાની કબ્જા ભોગવટા વાળી વાડી ખેતરેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની MCDOWELLS NO1 CELEBRATION XXX RUM ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૬૦ કિ.રૂા.૨૧૦૦૦/- તથા KING FISHER SUPAR STRONG PRIMIUM BEER લખેલ ૫૦૦ એમ.એલ.ના બીયર ટીન નંગ ૪૮ કિ.રૂા.૪૮૦૦/- મળી કુલ મુદામાલ કિ રૂ ૨૫૮૦૦/- ના સાથે આરોપી મદનભાઈ મેથુભાઈ માવી હાજર મળી આવતા અટકાયત કરી હતી તેમજ ગજડીના આરોપી કાનાભાઈ રામાભાઈ જારીયા તથા રાજુભાઈ હિરાભાઈ જારીયા રહે બન્ને હાજર નહી મળી આવતા તમામ આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!