ટંકારા પોલીસની સી ટીમે ત્યજી દેવાયેલા બાળકની સંભાળ લઈને માનવતા પ્રદર્શિત કરી.
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમ, નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે તા. ૧૯ માર્ચ ૨૦૨૫ ના રોજ એક ત્યજી દેવાયેલ તાજું જન્મેલ પુરૂષ બાળક મળી આવ્યું હતું. ત્યારે ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ અને સી-ટીમના મહિલા પોલીસ સ્ટાફ દ્વારા બાળકની સંપૂર્ણ દાયિત્વપૂર્વક સંભાળ લેવામાં આવી માનવતા મહેકાવી હતી.
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી તા.૧૯ માર્ચના રોજ એક ત્યજી દેવાયેલ પુરૂષ જાતીનુ બાળક ઉમર વર્ષ આશરે ત્રણ થી ચાર દિવસનુ મળી આવેલ હોય જેની સાર સંભાળ રાખવા માટે ટંકારા પોલીસ સ્ટાફની ‘સી ટીમ’ દ્વારા સતત બાળકની દેખરેખમાં હાજર રહી, બાળકની સાર સંભાળ માટે બેબીકેર કીટ તથા નવા કપડાની વ્યવસ્થા કરી હોસ્પીટલની રૂબરૂ મુલાકાત લઇ ફરજ પરના ડૉકટર સાથે બાળકની તબીયત અંગે સતત ચર્ચા કરેલ અને સી ટીમના મહીલા પોલીસ કર્મચારીઓ દ્વારા મળી આવેલ બાળકની કેરટેકર તરીકે બનતી પુરેપુરી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કર્યું છે.