ટંકારામાં ગત બે દિવસ વરસાદી માહોલ વચ્ચે ૧૪૪ મિલીમીટર કાચું સોનું આકાશમાંથી વરસ્યુ હતું. એટલે કે બે દિવસ દરમિયાન છ ઈચ વરસાદ પડ્યો હતો. ટંકારામાં સીઝનનો કુલ ૬૫૬ મિલી મીટર વરસાદ નોંધાયો છે.
ટંકારામાં બે દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. બે દિવસ દરમિયાન છ ઇંચ વરસાદ પડતાં સીઝનનો કુલ ૬૫૬ મિલી મીટર વરસાદ નોંધાયો છે. તેમજ માં રેવાનુ નિર્મળ જળ સૌની યોજના તળે છોડવામાં આવતા નદીઓમા નવા નીરનો ધોધ વછુટી રહો છે. ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોલાતને પાણીની તાતી જરૂર હતી. ત્યારે આકાશી અમૃત મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ખેડૂતોના શિયાળું પાક માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે. હાલે આગોતરા કપાસમાં ફાલને જીડવા ખરવાની સ્થિતી જોવા મળે છે. જે વરાપ નીકળતા સામાન્ય થઈ જશે. તેવી આશા ખેડૂતોમાં દેખાઈ રહી છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી દેખાઈ રહી છે.