Sunday, December 29, 2024
HomeGujaratટંકારા:નાનાભાઈની માલીકીની જમીન છોડી દેવા સગા મોટાબાપુ દ્વારા ભત્રીજાને મારી નાખવાની ધમકીઓ...

ટંકારા:નાનાભાઈની માલીકીની જમીન છોડી દેવા સગા મોટાબાપુ દ્વારા ભત્રીજાને મારી નાખવાની ધમકીઓ અપાવી

૧૫ દિવસ અગાઉ મોટાબાપુ સહિતના ચાર શખ્સોએ ભત્રીજાના ઘર ઉપર પથ્થરમારો કરી ઘર તથા કારમાં નુકસાની કરી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવકના પિતાના નામે ખીજડીયા ગામે ખેતરની જમીન આવેલ હોય, ત્યારે જે તે વખતે યુવકના પિતાનું અવસાન થયું ત્યારે યુવક અને તેનો ભાઈ નાના હોય જેથી આ ખેતર યુવકના સગા મોટાબાપુ કે જેઓ રાજકોટ રહે છે તેમને ખેડવા માટે આપેલ હતું. જે ખેતરની જમીન હાલ ખાલી કરવાનું કહેતા મોટાબાપુએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોય જે કેસમાં ચુકાદો યુવકના પક્ષમાં આવવાની ભીતિએ ખેતરની જમીન છોડી દેવા અન્ય ઈસમો દ્વારા ધાક ધમકી અપાવતા હોય અને ૧૫ દિવસ પહેલા યુવકના ઘર ઉપર તેના મોટાબાપુ સહિતના ચાર શખ્સો આવી પથ્થરમારો કરી ઘર તથા બહાર પડેલી કારમાં નુકસાની કરી હોય, બનાવ બાબતે પ્રથમ અરજી કરી હોય બાદ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં રૂબરૂ મોટાબાપુ તથા તેમના દીકરા અને અન્ય બે ઈસમ સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિધિવત ફરિયાદ નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર કેસની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ફીરોજભાઇ હુશેનભાઇ આગરીયા ઉવ.૪૧ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી (૧)નુરમહદમભાઇ ભુરાભાઇ આગરીયા,(૨)સિરાજ નુરમહમદભાઇ આગરીયા રહે.બંને રાજકોટ બજરંગવાડી, (૩)રમઝાન ઉર્ફે વાલો હારૂનભાઇ ઉઠામણા, (૪)બિલાલ દિલાવર ઉઠામણા રહે.રાજકોટ દુધની ડેરી પાસે હૈદરી ચોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે સદરહુ બનાવ બનવાનુ કારણ એ છે કે ફિરોજભાઈના પિતાની માલિકીની જમીન તેમના મોટાબાપુ નુરમહમદભાઇ ખેડતા હોય ત્યારે આ જમીન ફિરોજભાઈ દ્વારા તેમના મોટાબાપુ પાસે પરત માગતા નુરમહમદભાઇને આ જમીન ખાલી કરવી ન હોય અને તેઓએ ફિરોજભાઈ વિરૂધ્ધમાં ટંકારા કોર્ટમાં સિવીલ કેસ કરેલ હોય ત્યારે આ કેસનો ચુકાદો ફિરોજભાઈના પક્ષમાં આવે તેમ હોય જેથી ફિરોજભાઈને આ જમીન છોડી દેવા માટે નુરમહદમભાઇ ભુરાભાઇ આગરીયા, તેમનો દીકરો સિરાજ નુરમહમદભાઈ આગરીયા તથા તેમના સબંધી રમઝાન ઉર્ફે વાલો હારૂનભાઈ ઉઠામણા તથા બિલાલ દિલાવર ઉઠામણા ચારેય રાજકોટવાળાઓ અવાર નવાર ફિરોજભાઈને રૂબરૂ તથા ફોન ઉપર બિભત્સ ગાળો આપી માર મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય તથા ગત તા. ૨૯/૦૭ના રોજ ફિરોજભાઈના ઘર પાસે આવી ઘર ઉપર છુટ્ટા પથ્થર મારી ઘરના કાચ તથા બહાર પડેલ કારના કાચ તોડી નુકશાન કરેલ હોય જેથી ઉપરોક્ત ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!