Tuesday, November 26, 2024
HomeGujaratટંંકારાના સરપંચને ફરી લઘુમતીને કારણે કરવી પડી પીછેહઠ:મહિલા સભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય...

ટંંકારાના સરપંચને ફરી લઘુમતીને કારણે કરવી પડી પીછેહઠ:મહિલા સભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય માન્ય ન રહ્યો

ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતમાં સતાની સાઠમારીમાં સરપંચે ચાર મિટિંગમાં સતત ગેરહાજર મહિલા સભ્યને પાણીચુ પકડાવતા બાગી જુથે સતાનો ગેર ઉપયોગ થયાની રાવ કરતા તંત્રએ સભ્યપદ પુનઃ જીવિત કર્યું છે જેથી આગામી સામાન્ય સભામાં ટંકારા સરપંચ ફરી લઘુમતીમાં મુકાઈ જવાની શક્યતા જોવાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા ગ્રામ પંચાયતમા સતાની સાંઠમારીમા બે જુથ વચ્ચે ચાલતા ગજગ્રાહમા બાગી જુથે બબ્બે વખત બજેટ ના મંજુર કરી સરપંચ જુથને લઘુમતીમા મુકી દેતા સરપંચે વળતો દાવ ખેલી અગાઉ એક મહિલા સભ્યને પદભ્રષ્ટ કરાવ્યા બાદ અસંતુષ્ટ મહિલા સભ્યને ચાર મિટીંગમા ગેરહાજર રહેવા સબબ હોદ્દાની રૂ એ સસ્પેન્ડ કરી પોતાનુ પલડુ ભારી કરવા કરેલા પ્રયાસ સામે હરીફ જુથે તંત્રને રાવ કરતા તંત્રએ સરપંચના નિર્ણયને રદ કરી સસ્પેન્ડ થયેલા સદસ્યનુ પદ યથાવત રાખતા ફરી હુકમનો એક્કો બાગી જુથના હાથમા આવી ગયો હોવાનું ચિત્ર હાલમાં ઉપસ્યુ છે અને હવે સરપંચની સતા છિનવાઈ જાય એવા એંધાણ મળી રહ્યા છે.

નોંધનીય છે કે, સરપંચે પોતાના જુથના નારાજ મહિલા સભ્ય મિતલબેન કેવલભાઈ દંતેસરીયા મિટીંગમા સતત ગેરહાજર રહેતા હોય અને હવે હરીફ છાવણીમા જઈ બાજી બગાડે એ પૂર્વે ખુરશી સલામત રાખવાના પ્રયાસમા સરપંચની સતાનો ઉપયોગ કરી સતત ચાર બેઠકમા ગેરહાજર રહેવા સબબ નોટીસ ફટકારી સભ્ય પદેથી પાણીચુ પકડાવી દઈ દંતેસરીયાને ગેરલાયક ઠરાવી દીધા હતા. અને તેની જાણ પણ ગ્રામ પંચાયતના લેટરપેડ મા પોતાની સહી થી કરી હતી. બાદમાં હરીફ જૂથે સરપંચનુ પગલુ નિયમ વિરૂધ્ધનુ અને અયોગ્ય હોવાની રજુઆત સાથે તંત્ર વાહકોને રાજકીય હાથા ન બનવા રજુઆત કરતા વહિવટી તંત્રએ સરપંચે લીધેલો નિર્ણય રદ કરી રજુઆત યોગ્ય હોવાથી વોર્ડ નં-1ના મહિલા સદસ્ય મિતલબેનનુ સભ્ય પદ યથાવત રાખ્યું હતુ. બીજી તરફ સરપંચને પોતની હરકત ભારે પડી હોય એમ હવે આગામી તા.29મી એ મળનારી બેઠકમા ફરી સરપંચ જુથને મહાત કરવા હરીફ જુથ મેદાનમાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!