શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા તા. ૮ અને ૯ બે દિવસીય ગુરુકુળ મહાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા અને ગ્રામીણની આઠ આઠ ટીમો વોલી બોલમાં પોતાની પ્રતિભા દેખાડશે. જે ટુર્નામેન્ટને માણવા માટે સૌ રમત પ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા તા. ૮ અને ૯ ફેબ્રુઆરી એમ બે દિવસ ગુરૂકુલ મહાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ જિલ્લા કક્ષાની આઠ ટીમો અને ગ્રામીણની આઠ ટીમો એમ કુલ બે ઝોન પાડવામાં આવ્યા છે. જેમાં આજે જિલ્લા કક્ષાની ટીમની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. અને આવતી કાલે ગ્રામીણ કક્ષાની ટિમો વોલી બોલ રમી પોતાની પ્રતિભા દેખાડશે. જે ટુર્નામેન્ટને માણવા માટે સૌ રમત પ્રેમી જનતાને શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.