ટંકારા ટાઉનમાં મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા અંગે મોરબી એસઓજી પોલીસ ટીમ વિવિધ ગેસ્ટહાઉસમાં ચેકીંગ કરવાની કામગીરીમાં હોય તે દરમિયાન ટંકારા લતીપર ચોકડી નજીક હરિઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ કનૈયા ગેસ્ટહાઉસમાં સંચાલક હઠાભાઇ રઘુભાઇ ઝાપડા ઉવ.૩૮ રહે.ટંકારા જીવાપરા શેરી વાળા હોય, તેણે પોતાના કબજા ભોગવટા વાળી ગેસ્ટહાઉસમા પથીક સોફટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ પરંતુ પોતાની હોટલમાં આવેલ મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરેલ ન હોય, ત્યારે જેથી એસઓજી પોલીસ ટીમે જીલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં બીએનએસની કલમ અને જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.