તથાસ્તુ સ્પિનિંગ મિલના માલિકની દીકરી રિચા અશ્વિનભાઈ ભટાસણા ધોરણ ૧૦ માં ૯૯.૪૮ પીઆર અને ૯૫.૦૫ ટકા સાથે ઉતીર્ણ થઈ છે. રિચાએ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી ભટાસણા પરિવાર અને ટંકારા પંથકનું નામ રોશન કર્યું છે. તેમજ રિચાએ ભવિષ્યમાં ડોકટર બનવાનું સ્વપ્ન છે તેમ જણાવ્યું હતું.
ટંકારા સ્થિત તથાસ્તુ સ્પિનિંગ અને સર્વસ્તુના સુપ્રિમો અશ્વિનભાઈની લાડકવાઈ દીકરી રિચા ભટાસણાએ જાત મહેનત કરીને ધોરણ ૧૦માં ૯૯.૪૮ પી.આર. અને ૯૫.૦૫ ટકા પ્રાપ્ત કર્યા છે. રિચાએ સાયન્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને મેથ્સમાં ૧૦૦ માંથી ૯૬ ગુણ મેળવ્યા છે. જ્યારે સંસ્કૃતમાં ૯૯ માર્ક પ્રાપ્ત કરી ભટાસણા પરીવારનું ગૌરવ વધાર્યું છે. રિચા આગળ ઉચ્ચ અભ્યાસ થકી ડોકટર બનવા માટેની તૈયારી કરી રહી છે…