ટંકારા તાલુકાના સરદાર પટેલ વિદ્યાલયમા અભ્યાસ કરતી મારૂ સ્નેહા હસમુખભાઈ (ભક્તિ મારૂ) મોરબી જીલ્લાના પ્રતિનિધિ કલા ઉત્સવમા સૌરાષ્ટ્ર કચ્છ ઝોન કક્ષાએ ઞાયન સંગીતમા પ્રથમ નંબર એવોર્ડ મળ્યો છે.
શાળા કક્ષાથી તાલુકા કક્ષા અને પછી જીલ્લા કક્ષાએ અવલ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાનો કલા ઉત્સવ કચ્છ જિલ્લામાં માધાપર સ્થિત જખ્ખ બૌતેર સંધ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ટંકારા તાલુકાનું ગૌરવ ગાયંન માં જેનુ ગળુ કોયલ જેવુ છે અને સંતવાણી ભજનની રમઝટ બોલાવી સ્ટેઝ કલાકાર એવી ભક્તિ મારૂ એ સુર સંગીત માં સાતસુર લલકારી સૌને મંત્રમુગ્ધ કરી અવલ નંબર પ્રાપ્ત કર્યો છે આ સ્પર્ધા થકી ટંકારા તાલુકા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.