ટંકારા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે લતીપર ચોકડી ખાતે આવેલ મોબાઇલની દુકાનમાંથી આધાર પુરાવા વિનાના કુલ ૯ મોબાઈલ ફોન શોધી કાઢી આ સાથે મોબાઇલ દુકાન ધારકની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સૂચના કરી હોય જે અનુસંધાને ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલની સુચના અને માર્ગદર્શનને આધારે ટંકારા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે લતીપર ચોકડી ખાતે આવેલ હીતુ મોબાઇલ નામની દુકાનમાં દુકાન-માલીક ઉમેશભાઇ નાગજીભાઇ ભોરાણીયા બીલ વગરના મોબાઇલ રાખે છે. જેથી ટંકારા પોલીસ ટીમ દ્વારા ‘હીતુ મોબાઇલ’ માં રેઈડ કરતા દુકાનમાંથી કુલ ૯ મોબાઈલ ફોન બિલ કે આધાર પુરાવા વગરના મળી આવતા તુરંત તમામ ૯ મોબાઇલ જેની કિ.રૂ.૨૨,૫૦૦/- હોય તે જપ્ત કરી આરોપી ઉમેશભાઇ નાગજીભાઇ ભોરણીયા ઉવ.૩૩ રહે. મોરબી ન્યુ ચંદ્રેશ શેરી નં-૦૨ વાળાની અટકાયત કરી તેની સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.