Friday, June 20, 2025
HomeGujaratટંકારા તાલુકા વહીવટીતંત્ર એમ પી દોશી વિધાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી...

ટંકારા તાલુકા વહીવટીતંત્ર એમ પી દોશી વિધાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે 

આગામી ૨૧ જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એમ પી દોશી વિર્ધાલય ખાતે ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા ટંકારા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આગામી ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમુહ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષની થીમ “યોગ ફોર હાર્મની એન્ડ પીસ” અંતર્ગત યોગના મહત્વ અને તેના શારીરિક તેમજ માનસિક લાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. ટંકારા એમ પી દોશી વિર્ધાલય ખાતે સવારે ૬:૦૦ વાગ્યાથી મુખ્ય યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટંકારા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભાગ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તાલુકા મામલતદાર પી એન ગોરે જણાવ્યું કે, “યોગ દિવસની ઉજવણી લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. ટંકારાના દરેક ગામમાં યોગનો સંદેશ પહોંચે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ. ટંકારા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી એક સ્મરણીય અને પ્રેરણાદાયી ઘટના બની રહે તે માટે તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે સૌ તાલુકા વાસીને જોડાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!