ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગજડી ગામ સમરસ જાહેર થઈ છે જ્યારે લજાઈ સરપંચ માટે ત્રણ મુરતિયા મેદાનમાં છે અને સભ્યો બિન હરીફ થયા છે તેમજ જબલપુર ગ્રામ પંચાયત સરપંચ બિન હરીફ જાહેર થયા છે અને ચાર વોર્ડ માટે ચુંટણી યોજાશે.
ટંકારાના ૨૪ ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર હતી .જેમાં લજાઈ ગામે સરપંચ માટે 5 તો સભ્ય માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે આજે પરત ખેંચવાના દિવસે સરપંચ માટે બે સભ્યો એ ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બે સભ્ય એ ફોમ પરત ખેચતા સભ્યો બિન હરીફ થયા છે ગજડી ગામે સરપંચ માટે 1 તો સભ્ય માટે 8 ફોર્મ ભરાયા હતા ત્યારે આ ગામ સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે . જબલપુર ગામે સરપંચ માટે 1 અને સભ્ય માટે 14 ફોર્મ ભરાયા હતા જેમાં વોર્ડ નંબર 2 અને 8 અપુરતા ડોક્યુમેન્ટ કારણે ફોમ રદ થયા હતા અને બૈ ફોમ પરત ખેચતા હવે વોડ નંબર 3 5 6 7 માં સભ્યો માટે મતદાન થશે . હરિપર, લખધીરગઢ અને વિરવાવમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા હતા જે બિન હરીફ જાહેર થયા છે . જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા તે પણ બિન હરીફ થયા છે. બાકીના ગામોમાં કોઈ પણ ઉમેદવારે ચુંટણી મેદાનમાં ઉતારવાનું ટાળતા બેઠકો ખાલી રહશે.