Thursday, March 6, 2025
HomeGujaratટંકારા:લગ્નના ફુલહાર કરી એક લાખ રૂપિયા પડાવી છુમંતર થયેલ મહિલાને ટંકારા પોલીસે...

ટંકારા:લગ્નના ફુલહાર કરી એક લાખ રૂપિયા પડાવી છુમંતર થયેલ મહિલાને ટંકારા પોલીસે શોધી કાઢી

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં બનતા મિકલત સબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલીક પકડી પાડી મિલકત સબંધી ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા લગ્નની લાલચ આપી રૂ.૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારામાં રહેતા એક યુવકને લગ્નની લાલચ આપી ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા-૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરેલ હોય જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણા (રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તા.ધ્રોલ જી.જામનગર) છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની હકિકત મળતા હકીકતના આધારે મહીલા આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણાને પકડી મહીલા આરોપી પાસેથી ગુનામાં છેતરપીંડી આચરી પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા રૂપીયા-૨૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૭,૫૦૦/- નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સેક્ટર કે.એમ.છાસીયા તથા ASI હકાભાઇ ચૌહાણ, ભાવેશભાઇ વરમોરા, હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, વિજયભાઇ ચાવડા, કિશોરભાઇ દાવા તથા મહીલા કોન્સ્ટેબલ પુનમબેન પટેલ, નીજુબેન પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!