ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ચોકડી નજીક ગુરુકૃપા હોટલ પાછળ થેલો લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી જીતેન્દ્રભાઈ વેલજીભાઈ કોટડીયા ઉવ.૩૪, રહે. લજાઈ ગામે વૃદાવન સોસાયટી વાળાને રોકી, તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ સ્ટગની બે બોટલ કિ.રૂ.૮૦૦/-મળી આવી હતી, જેથી તુરંત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથક ખાતે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.